સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી હતી. સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ કાર્યો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા પણ હાથ ધરાઇ હતી.સુરત શહેરના નાગરિકોના નડતી ટ્રાફિક સહિતની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તેના ઉકેલની દીશામાં વિચારણા કરવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા સુરત શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તેમજ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:43 પી એમ(PM) | ગૃહ રાજ્યમંત્રી
સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી
