સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 6 વર્ષ સુધીના વયના 7 અને 12 વર્ષ સુધીની વયના 31 બાળકોનો સમાવેશ થાય છે.
રેસક્યું કરેલા બાળકો પૈકી બિહારના 10 અને મહારાષ્ટ્ર ના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા છે.
સુરત પોલીસ દ્વારા આ બાળકોને પુનઃવસન માટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવાની કામગીરી કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 31, 2024 3:34 પી એમ(PM) | સુરત ક્રાઇમ બ્રાન્ચ