રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેકટ કરવા માટે 10 નવિન હાઈટેક વોલ્વો બસોને સુરત ખાતે ફલેગ ઓફ આપી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યુ હતું. આ બસો સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત બે બસો, સુરતથી નહેરૂનગર, નહેરૂનગરથી સુરત ચાર બસો તથા અન્ય ચાર બસો રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલા સમયમાં દોડશે.
આ નવીન બસોમાં 47 સીટીંગ કેપેસીટી, 2X2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, આ નવિન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જીન કંમ્પાર્ટમેન્ટમાં ફાયર ડીટેકટશન અને સપ્રેસન સિસ્ટમ, સલુન વિસ્તારમાં ફાયર પ્રોટેકટશન સિસ્ટમ, મોનિટર કરવા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે. આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.