મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. પિતાની છત્ર છાયા ગુમાવનારી 111 દિકરીઓના સમૂહ લગ્નોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યાં હતા. સતત 15 વર્ષથી સમૂહ લગ્નના આ કાર્ય કરીને મહાદાન કર્યું છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે 16માં લગ્ન સમૂહમાં સામજિક સમરસતાના વાહક બન્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સુરત જવા માટે મુખ્યમંત્રી પર્યાવરણ મંત્રી મૂળભાઇ બેરા સાથે વંદેભારત ટ્રેનમાં ગાંધીનગરથી મુસાફરી કરીને સુરત પહોંચ્યા હતા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ સમૂહલગ્નોત્સવ યોજાયો હતો.
Site Admin | ડિસેમ્બર 14, 2024 7:42 પી એમ(PM) | Bhupendra Patel | Gujarat | p p savani | samuh lagn | Surat