ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:11 પી એમ(PM) | સુરત

printer

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

સુરત મહાનગરપાલિકાની અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલને ફરજ દરમિયાન જાણ કર્યા વગર 33 વખત દુબઇ પ્રવાસે જતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય બે શિક્ષકોને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. જે પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર ન રહેતા હોય અને વિદેશગમન કરતા હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન આવા ૬૦ જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ