સુરત, ધોરડો તેમજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ યોજાયો હતો.
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આજે યોજાયેલ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટલી, પોલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ સહિત ૧૪ દેશના અને ૨ રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી
કચ્છના ધોરડો ખાતે યોજાયેલ પતંગોત્સવમાં બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, સહિત વિવિધ દેશો તેમજ રાજ્યોના પતંગબાજોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો.