સુરત જીલ્લાના માંગરોળમાં આવેલા મોટાબોરસરા -નરોલી જવાનાં માર્ગ પર સગીરા પર સામુહિક દુષ્કર્મ ની ઘટના બની હતી ..સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે પત્રકારો ને માહિતી આપતા જણાવ્યું હતું કે સગીરા અને તેનો મિત્ર બાઈક પર પેટ્રોલ પુરાવવા જતા હતા એ દરમ્યાન અજાણ્યા ત્રણ ઈસમો એ યુવકને માર મારી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચાર્યું હતું .પોલીસે ત્રણ પૈકી બે શકમંદ ને ઝડપીને પૂછપરછ કરી હતી…હાલ પોલીસે દુષ્કર્મ અને લૂંટ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જીલ્લા પોલીસ વડા હિતેષ જોઇશરે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 9, 2024 3:26 પી એમ(PM)