સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સોળહજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.. બોરબોધન ગ્રામ પંચાયત તથા નેચર કલબઅને એસ.બી.આઈના સંયુકત ઉપક્રમે વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત યોજાયેલા આ વૃક્ષોના વાવેતરના કાર્યક્રમમાંવન રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગામના લોકોએ વાવેલા વૃક્ષો મોટાથઈને ધટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની આપણી સહિયારી જવાબદારી છે.. મંત્રીએ આ સ્થળે વનકવચ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 17, 2024 7:04 પી એમ(PM)