સુરત જિલ્લાની વેસુ 108 એમ્બુલન્સ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાનો રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, વેસુ વિસ્તારની 108 ટીમને હૈદરાબાદ ખાતે યોજાયલા સમારોહમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂને વેસુ 108માં ફરજ બજાવતાં 2 કર્મચારીઓએ એક દર્દીનો જીવ બચાવ્યો હતો. તે ઈમરજન્સી કેસમાટે સુરતની વેસુ 108 ટીમને સ્થળ પર સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પુરસ્કાર મળ્યો છે.