ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 9:20 એ એમ (AM)

printer

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે

સુરત જિલ્લાના માંડવી તાલુકાનું રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ ધજ ગામ દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે.

ઊંચા પર્વતોની હારમાળા અને જંગલની વચ્ચે આવેલું ધજ ગામ રાજ્યનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા આશયથી વર્ષ 2016માં ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરાયું હતું. ગામની દૂધમંડળી અને પશુપાલન થકી ગામની બહેનો આત્મનિર્ભર બની છે.
ગુજરાત ઇકોલોજી કમિશને ધજ ગામને ઇકો વિલેજ જાહેર કરી પાયાની સુવિધાઓ પુરી પાડી છે. વન વિભાગના સામૂહિક પ્રયાસોથી થયેલા પર્યાવરણ સંરક્ષણના કારણે ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી છે. ગામમાં ઘરે-ઘરે સોલાર લાઇટ, વરસાદી પાણીના સંગ્રહ માટે ભુગર્ભ જળ ટાંકા, ગોબર ગેસના યુનિટ અને સ્મશાનગૃહ, મોબાઇલ કનેક્ટીવીટી માટે ટાવર, પશુપાલન સાથે સંકળાયેલી મહિલા માટે દૂધમંડળી તેમજ ગામના ઘનકચરા માટે વર્ગીકૃત ઘનકચરા યુનિટની સુવિધા વનવિભાગ દ્વારા ઉભી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ