સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત રીતે હાથ ધરેલા ઓપરેશનમાં અંદાજે 250 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે.
સુરત પોલીસે વેલજા વિસ્તારમાંથી બે કિલો 100 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે કર્યું હતું. આરોપીઓ અંકલેશ્વરથી સુરત આ જથ્થો લઈ જઈ રહ્યા હતા.
પોલીસે કંપની સંચાલક સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એક કંપનીમાંથી પાંચ હજાર કરોડ રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપાયું હતું.
Site Admin | ઓક્ટોબર 21, 2024 3:18 પી એમ(PM)