ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 6:47 પી એમ(PM)

printer

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા

સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં થયેલી બ્લાસ્ટ દુર્ઘટના મામલે જિલ્લા કલેકટરે તપાસના આદેશ કર્યા છે અને ઓલપાડ પ્રાંતને બે દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે,રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ જેકોરેક્સ પ્લાન્ટ-2માં ઘટના બનીતેને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરાવી દેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલ ચારેય મૃતકોની ઓળખ માટે તેઓનાં પરિવારજનોનાં ડીએનએ ટેસ્ટ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. ડીએનએ રિપોર્ટ બાદ પરિવારજનોને ડેડબોડી સોંપવામાં આવશે. હજીરા વિસ્તારની એએમએનએસમમાં શટડાઉન કોરેકસ પ્લાન્ટ શરૂ કરતી વખતે એક ઈકવીપમેન્ટમાંથી ગરમ પદાર્થ ઢોળાતા ત્યાં લિફટ મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા ચાર કામદારો  દાઝી જતા તેમના કરૂણ મોત થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ