સુરતમાં બાળકો મૉબાઈલ ફૉનથી દૂર રહે અને રચનાત્મક બને તે હેતુથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. હવે આગામી સમયમાં વિજેતા બાળકો અન્ય સ્પર્ધામાં ભાગ લેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળામાં સ્પર્ધા પહેલા વિદ્યાર્થીઓને ચેસ રમત અંગે તાલીમ આપી તેમને નિયમો સમજાવવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 26, 2024 11:39 એ એમ (AM)