સુરતમાં આગામી 11 ઑગસ્ટે બે કિલોમીટરની તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા અંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ ઉચ્ચ અધિકારીઓ, શાળા-મહાવિદ્યાલયોના સંચાલક, ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, રાજ્યભરમાં 10થી 13 ઑગસ્ટ દરમિયાન હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે. ત્યારે સુરતમાં વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાનારી આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ યાત્રામાં સુરતમાં વસતા 15 રાજ્યના નાગરિકો પોતપોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:58 પી એમ(PM)