સુરતની સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આઈસક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20 હજાર લિટરથી વધીને પ્રતિદિન 1 લાખ લીટર જેટલી થઈ ગઈ છે.
મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક તેમજ અન્ય ડિરેક્ટર અને એમ.ડી.અરુણ પુરોહિતને ઈન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો હતો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે સુરતની સુમુલડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠગુણવત્તા, પ્રેસોસિંગ ટેક્નોલોજી, અને સલામતી નિયંત્રણો માટે એવોર્ડ અપાયો હતો.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:17 એ એમ (AM) | સુરત