ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 23, 2025 9:09 એ એમ (AM)

printer

સુરતની અનવી ઝાંઝરૂકિયાને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ

“રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતી સુરતની અન્વી વિજય ઝાંઝરૂકિયાને 26 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીના કાર્યક્રમમાં આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં “મન કી બાત”માં ઉલ્લેખ કરાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થીની અન્વીએ તેના યોગ અભિયાન સહિતની વિશિષ્ટ સિદ્ધિઓથી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
અન્વીને રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અને ગુજરાત ગરિમા પુરસ્કાર મળી ચૂક્યા છે. અન્વી દ્વારા શરૂ કરાયેલ “કરો યોગ રહો નિરોગ” અભિયાન લોકોને યોગ તરફ પ્રોત્સાહિત કરી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ