સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં છે. કંપનીના ફોરેક્સ બે પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.આ રો-મટીરીયલ ચાર લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે ચાર કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા..આગમાં ચારેય કામદારોના મૃતદેહ બળીને ખાખ થઇ ગયાહતા જેના કારણે તેમની ઓળખ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ કરાયા હતાં..આ ઘટના અંગે સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જરે ઘટનાની વધુ વિગતો આપી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM) | દુર્ઘટના