સુરતના સરથાણા વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ-એસઓજી દ્વારા નકલી નોટનું મીની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન નકલી નોટો, કોમ્પ્યુટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલિસને જાણવા મળ્યું કે, આ લોકો છેલ્લાં એક મહિનાથી ચલણી નોટ બનાવતા હતા. હાલ ચારેય આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
પકડાયેલા ચાર આરોપીમાંથી એક મહારાષ્ટ્ર, એક મધ્યપ્રદેશ અને અન્ય બે અમરેલી જિલ્લાના વતની છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:54 પી એમ(PM)