ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 10:02 એ એમ (AM) | સી. આર. પાટીલ

printer

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો

સુરતના વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર વિશ્વવિદ્યાલયનો ચોથો પદવીદાન સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વિશ્વવિદ્યાલય સંલગ્ન 15 મહાવિદ્યાલયના આર્કિટેક્ચર, પીએચડી, વિજ્ઞાન, કોમ્પ્યુટર એપ્લીકેશન, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, બી.એડ, એન્જિયરીંગ, આર્ટસ, એમબીએ, એમસીએ, ફાર્મસી, B.P.Ed, M.P.Ed, નર્સિંગ સહિત 15 વિદ્યાશાખાના બે હજાર 611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર. પાટીલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધાર્થીઓને સમાજ, રાજ્ય અને દેશના હિતમાં આદર્શ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.