રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સુરતના પુણાગામ અને મોટા વરાછા ખાતે દરોડા પાડી વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કર્યો છે.
તપાસ દરમ્યાન ૨૩.૭૦ લાખનો રૂપિયાનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સૂરતના મોટા વરાછા ખાતે વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા વ્યક્તિને ઝડપી પાડીને ૪.૩૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.
તેવી જ રીતે પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડના લેબલ વાળી કોસ્મેટીક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો. જેમા ખોટા લેબલવાળા કોસ્મેટિકનુ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ કરતા એક શખ્સને પકડી પાડીને આશરે ૨૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો છે. તપાસ દરમ્યાન ૯ નમુનાઓ લઈ તેને પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ. જી. કોશિયાએ જણાવ્યું કે રાજ્યમાં દવા અને કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરીલ ભેળસેલ કરતાં તત્વો સામે કડક કાર્યવાહી કરવાં આવી રહી છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:51 એ એમ (AM) | aakshvaninews