સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.. શ્રી શાહે ઉપસ્થિત લોકોને તેમના પરિવારના યુવાનોને પણ મહાકુંભમાં લઈ જવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ અયોધ્યાપુરમ્ ખાતે 250થી વધુ સંસ્થાઓએ સ્ટોલ બનાવ્યા છે. આ મેળાના માધ્યમથી વધુને વધુ લોકો સંસ્કૃતિ, સેવા અને નવચેતનાના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરી શકીશું.
સુરત બાદ સાંજ અમિત શાહ અમદાવાદ પરત ફર્યા હતા અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્મિત વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં સામેલ થયા છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 7:55 પી એમ(PM) | સુરત
સુરતના કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવ્યો
