સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ લાઈનમાં અચાનક બલાસ્ટ થયા બાદ આગ લાગતાં 14 રત્નકલાકાર દાઝ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે પોહનચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી
આજે બપોરે બનેલ ઘટનામાં ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ધડાકો થયો હતો. આગની ઝપેટમાં આવતા ફેક્ટરીમાં કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. બે વ્યક્તિની હાલત ગંભીર હોય તે બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટના બની ત્યારે ફેક્ટરીમાં ક્લીનીંગની કામગીરી ચાલી રહી હતી. એકાએક ગેસ લાઈનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. હીરા ઉપરની ધૂળ સાફ કરવા માટે આ ગેસ લાઈનનો ઉપયોગ કરાતો હતો. એકાએક બ્લાસ્ટ થતા હીરાના ક્લીનીંગનું કામકરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા.