સુરતના કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગ્યાના અહેવાલ છે. સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, આગની ઘટનામાં અત્યાર સુધી પાંચથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. હાલમાં પોલીસ સહિત કતારગામ અને કોસાડ અગ્નિશમન દળની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:00 પી એમ(PM)