રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સુરતના ઓલપાડ ખાતે કરેલી દરોડાની કાર્યવાહીમાં પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.
આ ફેક્ટરી ખાતેથી આશરે ૨ લાખ રૂપિયાની કિંમતનું કાચો માલસામાન, ૭૦ હજાર રૂપિયાની કિંમતનું પેકીંગ મટેરીયલ, ત્રણ લાખ રૂપિયાની કિંમતના તૈયાર ઉત્પાદનો તેમજ ૬ લાખ રૂપિયાની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.. જેનો અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
Site Admin | ઓગસ્ટ 2, 2024 7:52 પી એમ(PM) | આયુર્વેદિક દવાઓ
સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાંથી અંદાજે 12 લાખ રૂપિયાની કિંમતની દવાઓનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
