ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 18, 2024 7:57 પી એમ(PM) | સુરત

printer

સુરતના આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતના પલસાણા તાલુકામાં આંતકવિરોધી દળ– ATS એ દરોડા પાડતા નશીલા પદાર્થો માટે વપરાતી સમગ્રી સહિત અંદાજે 50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીને આધારે ATSએ ગઈકાલે મોડી રાતે કાચા મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા.
દરમિયાન ફેકટરીમાંથી પ્રવાહી સ્વરૂપે 31 લીટર એમડી ડ્રગ્સ અને ચાર કિલોગ્રામ પદાર્થ સ્વરૂપે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે પોલીસે ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.. એટીએએસના અધિકારીઓએ પત્રકારોની સાથેની વાતચીતમાં કહ્યું કે, ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ