સુરતના અડાજણ રિવરફન્ટ પાસે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો હતો. જેમાં દેશ- વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો.સુરતના આંગણે દેશ-વિદેશના પતંગબાજોએ પોતાની વિવિધ શૈલીઓ પ્રદર્શિત કરી હતી.પતંગબાજોની સાથે સુરતના પતંગના શોખીનો પતંગબાજો પણ જોડાયા હતા.દીવના નાગવા બીચ તથા ઘોઘલા બીચ ખાતે પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી દમણ લાઈટ હાઉસ બીચ ખાતે કલાકારો દ્વારા વિભિન્ન આકર્ષિત પતંગ ઉડાડવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:36 પી એમ(PM)