સુરતના અડાજણમાં 100થી વધુ હેન્ડલૂમ્સની ચીજવસ્તુઓ સાથેના ‘હુનર ઓફ ઈન્ડિયા’ પ્રદર્શનને ગઇકાલથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતાં, સુરતના સાંસદ મુકેશ દલાલે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કલાકારો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપવા અનુરોધ કર્યો હતો. એન્ટરપ્રિનિયોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં ભાગલપુરી, કાંજીવરમ્ સાડી, મેરઠની ખાદી, ફેબ્રિક જ્વેલરી તેમજ વિવિધ રાજ્યના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ આ પ્રદર્શનમાં મુકવામાં આવી છે.