ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 31, 2024 7:48 પી એમ(PM)

printer

સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવા અથવા તબીબી સહાય લેવા માટે વધારાનો સમય આપ્યો છે

સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવા અથવા તબીબી સહાય લેવા માટે વધારાનો સમય આપ્યો છે.જસ્ટિસ સૂર્યકાન્ત અને સુધાંશુ ધુલિયાની વેકેશન બેન્ચે રાજ્ય સરકારની વિનંતી પર આદેશ આપ્યો હતો અને સુનાવણી 2જી જાન્યુઆરી પર મુલતવી રાખી છે.  દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવાની તેનીબે દિવસની સમય મર્યાદા પૂરી થયા બાદ કોર્ટ પંજાબ સરકાર સામેની અવમાનનાની અરજીની સુનાવણી કરી રહી હતી. અગાઉની સુનાવણી દરમિયાન, બેન્ચે દલ્લેવાલને તબીબી સહાય પૂરી પાડવા માટે પૂરતું કામ નકરવા બદલ પંજાબ સરકારની ટીકા કરી  હતી. બેન્ચે કહ્યું કે જેઓ દલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી નથીઆપી રહ્યા તેઓ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ફોજદારી ગુનામાં સામેલ છે.ખેડૂતોની માંગણીઓ પૂરી કરવાની માંગણી સાથે ખેડૂત નેતાદલ્લેવાલ, 26 નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેના ખનૌરી બોર્ડર પોઇન્ટપર અચોક્કસ મુદતના ઉપવાસ પર છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ