ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 2:21 પી એમ(PM) | રતન ટાટા

printer

સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું

સુપ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર રતન ટાટાનું ગઇકાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
રતન ટાટાના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે નરીમાન પોઇન્ટમાં એન.સી.પી.એ. લોન ખાતે મૂકવામાં આવ્યું છે. આજે સાંજે સાડા ચાર વાગે મુંબઈના વર્લી સ્મશાન ગૃહ ખાતે રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે સ્વર્ગસ્થ રતન ટાટાના માનમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રીરાજનાથ સિંહે રતન ટાટાનાં અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ રતન ટાટાને દૂરદર્શી ઉદ્યોગપતિ, દયાળુ વ્યક્તિ અને અસાધારણ વ્યક્તિ ગણાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ