અમેરિકન અવકાશ એજન્સી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 12 વર્ષ પછી આ મહિનાની 16મી તારીખે સ્પેસવોક કરશે. તેઓ નિક હેગ સાથે મળીને ન્યુટ્રોન સ્ટાર ઇન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કરશે. આ મિશનમાં, ક્ષતિગ્રસ્ત થર્મલ શીલ્ડમાંથી આવતા સૂર્યકિરણોને કારણે થતી કટોકટીનો ઉકેલ લાવવામાં આવશે.
સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 2:20 પી એમ(PM)