સીરિયામાં વિદ્રોહી દળોએ રાજધાની દમિશ્ક પર કબજો કરવાનો દાવો કર્યો છે. તેમને સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે.
રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્રિટન સ્થિત સીરિયન માનવધિકાર સંસ્થાના જણાવ્યા અનુસાર સીરિયન સેના અને સુરક્ષા દળો દમિશ્ક હવાઈમથક પરથી હટી ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, બળવાખોરોએ જાહેરાત કરી છે કે, તેઓએ ઉત્તરી દમિશ્કમાં સેનાની સૈદનાયા જેલમાંથી કેદીઓને મુક્ત કર્યા છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો છે.
લેબનોને કહ્યું કે, તે બેરુતને દમાસ્કસ સાથે જોડતી એક સિવાય સીરિયા સાથેની તેની તમામ જમીની સરહદો બંધ કરી રહ્યું છે. જોર્ડને સીરિયા સાથેની તેની સરહદ .પણ બંધ કરી દીધી છે. સીરિયામાં વિદ્રોહી દળ અને સરકારી સુરક્ષા દળો વચ્ચેની અથડામણ ગયા મહિનાની 27 તારીખથી વધુ તીવ્ર બની છે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM)
સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા
