કેન્દ્ર તપાસ સંસ્થા – સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા છે. સીબીઆઈએ આ મામલે ગુજરાત અને બિહારમાં એક-એક જ્યારે કે રાજસ્થાનમાં ત્રણ કેસ દાખલ કર્યા છે. તપાસ એજન્સી આ મામલે મહારાષ્ટ્રના લાતુરમાં નોંધાયેલા કેસની પણ તપાસ કરી શકે છે. અધિકારીઓના જણાવ્યા આનુસાર બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર કથિત પેપર લીકથી સંબંધિત છે, અન્ય ચાર કેસ ઉમેદવારો, સ્થાનિક અધિકારીઓ અને નિરીક્ષકોને સંડોવતા કૌભાંડ અને છેતરપિંડી જેવા કથિત ગેરરીતિઓ સાથે જોડાયેલા છે.
Site Admin | જૂન 25, 2024 3:15 પી એમ(PM) | NTA | સીબીઆઈ
સીબીઆઈએ NEET – UGની પરીક્ષા અંગે બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલા પાંચ કેસ પોતાને હસ્તક કર્યા
