ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2024 10:45 એ એમ (AM) | aakshvani | akshvaninews | Bihar | CBI | newsupdate

printer

સીબીઆઈએ નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં 13 આરોપી સામે આરોપનામું દાખલ કર્યું

કેન્દ્રીય તપાસ પંચ – CBIએ બિહારમાં નીટ યૂજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે 13 આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે.
આ આરોપનામામાં મુખ્ય આરોપી મનિષ પ્રકાશ, સિકન્દર યાદવેંદુ તેમજ 11 અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે. બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે સંગઠીત કૌભાંડને ઉજાગર કર્યું હતું. 4 મેના રોજ પટણાના શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી.
તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરન્સિક તકનિક, AI, CCTV ફૂટેજ, સ્થળ વિશ્લેષણ અને અન્ય સાધનોનો ઉપયોગ કર્યો છે.
સીબીઆઈએ આ કેસમાં 58 જેટલા સ્થળોએ તપાસ કરી છે અને બિહાર પોલીસ દ્વારા 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કુલ 40 આરોપીઓની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નીટ – યૂજી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર, પરીક્ષાના એક દિવસ પહેલા ઝારખંડના હજારીબાગથી લીક થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ