કેન્દ્રીય તપાસ સંસ્થા-સીબીઆઇએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં આરોપીઓ વિરુધ્ધ વિશેષ અદાલતમાં આરોપનામુ દાખલ કર્યું છે. દિલ્હી હાઇકોર્ટ આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય-ઇડી અગાઉ મનીલોન્ડરિંગ કેસમાં આરોપનામું દાખલ કરી ચૂકી છે, જેમાં આમ આદમી પાર્ટી અને તેનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે.12 જુલાઇએ સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ઇડીનાં કેસમાં વચગાળાના જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો હતો. જો કે, સીબીઆઇ દ્વારા તેમની ધરપકડ કરાયા બાદ તેઓ જેલમાંથી મુક્ત થઈ શક્યા નથી.
Site Admin | જુલાઇ 29, 2024 2:41 પી એમ(PM) | સીબીઆઇ