દેશમાં આજે જાહેર કરાયેલા સીએ એટલે કે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામમાં અમદાવાદનાં વિદ્યાર્થિની રિયા શાહે દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવનારા આ વિદ્યાર્થિની રિયા શાહએ સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સમગ્ર દેશમાં 42મો ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ સખત મહેનતથી તેમણે સીએ ફાઈનલમાં દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:34 પી એમ(PM) | સીએ