સિદ્ધપુરમાં સાપ્તાહિક કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો આજે સાંજે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે વિધિવત્ પ્રારંભ થશે. સિધ્ધપુરની આસપાસના ગામો અને ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ માટે ભાગ લેશે. મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તેમ જ લોકોને જાહેર સલામતી અને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ તંત્રએ નદીના પટમાં, હાઇવે ઉપર અને સિદ્ધપુર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 70 પોલીસ પોઇન્ટ સ્થાપ્યા છે. એક ડીવાયએસપી, પાંચ પીઆઇ, 18 પીએસઆઇ, 250 પોલીસ તેમજ 250 ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરમાં મોટા વાહનો પર પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. સિદ્ધપુર નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 14, 2024 3:33 પી એમ(PM) | સિદ્ધપુર