સમગ્ર વિશ્વભરમાં ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યેની જાગૃતિ કેળવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જે અંતર્ગત ગીર સોમનાથના વેરાવળ તાલુકાના છાત્રોડામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલી યોજવામં આવી હતી.. વિદ્યાર્થીઓ શાળામાં સિંહના મ્હોરા પહેરીને આવ્યા હતાં. અને ગુજરાતના ગૌરવસમા સિંહને સંરક્ષિત કરવાનો સદેશ પ્રસરાવ્યો હતો.. સાથેસાથે મહિલા કોલેજ વેરાવળ ખાતે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિંહના જતન માટેવિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકોએ સંકલ્પ કર્યો હતો. સોમનાથમાં સંસ્કૃત યુનિવર્સિટીમાં સિંહની વિશેષતા અને સંરક્ષણ વિશે વ્યાખ્યાન આપીને સિંહની મહત્તા અને તેની જાળવણી અંગેની સમજ આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરીને સિંહોના રક્ષણ માટેના સંદેશો આપતી રેલી યોજી હતી. શાળાના વિદ્યાર્થીઓએ સિંહના સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
ભાવનગર શહેરમાં વન વિભાગ, વિવિધ સંગઠનો દ્વારા સિંહ દિવસ નિમિત્તે મહા રેલી યોજવામાં આવી હતી..જેમાં સિંહના રક્ષણ અને પર્યાવરણના જતન અંગેના સૂત્રોચ્ચાર કરીને લોકજાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા.
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કમાં જ્યાં સિંહોના સંવર્ધન માટે કામગીરી થઇ રહી છે. નર્મદા જીલ્લામાં પણ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરના બરડા જંગલમાં સિંહના પુનઃ વસવાટ માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યશીલ રહી છે. દાયકાઓ બાદ ફરી બરડા જંગલ વિસ્તારમાં 4 માદા અને 1 નર સહિત 5 સિંહ 20 હેક્ટર જમીનમાં વસવાટ કરે છે તેવા પોરબંદરમાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.