સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ગઈકાલે રાત્રે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે મંત્રીઓ અને સાંસદો સહિતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે.
આ મુલાકાત દરમિયાન, તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ શ્રી ષણમુગરત્નમ માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. શ્રી થરમન 17 અને 18 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે.
ભારત અને સિંગાપોર વચ્ચે મિત્રતા અને પરસ્પર સન્માન પર આધારિત વિશ્વસનીય સહકારી સંબંધ રહ્યો છે. સિંગાપુરના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. રાષ્ટ્રપતિ ષણમુગમની મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠના પ્રસંગે આવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM) | થરમન ષણમુગરત્નમ