સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો. વિજેતા ટીમોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
દેશની સૌથી મોટી રોબોટિક્સની આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ, રોવર્સ, સહિત સાત કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું હતુ,
આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, MSME ક્ષેત્રના પડકારોને ઉકેલવા માટે જરૂરી તમામ સ્ત્રોતોની વ્યવસ્થા કરવા વિભાગ સજજ છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:15 પી એમ(PM) | સાયન્સ સિટી
સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આજે રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ ગુજરાત”ની ચોથી આવૃત્તિની ગ્રાન્ડ ફિનાલેનું સમાપન સમારોહ યોજાયો
