કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેક વ્યક્તિએ સાઇકલ ચલાવવી જોઇએ. શ્રી માંડવિયાએ આજે સવારે પોરબંદર જિલ્લાનાં ઉપલેટામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓન સાયકલ” પહેલમાં ભાગ લીધો હતો.
ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાઇકલ અભિયાનનાં ત્રીજા સપ્તાહમાં આજે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા લવલિના બોરગોહેન અને કોમનવેલ્થ ગેમ્સમાં ભૂતપુર્વ કુશ્તી ચેમ્પિયન સંગ્રામ સિંહે સાઇકલિંગને પોતાનો ટેકો આપ્યો હતો.
આજે દેશભરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા. ગયા મહિને શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશનાં 2 હજાર 500 સ્થળોએ કાર્યક્રમ યોજાયા છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:49 પી એમ(PM)