કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેકે સાઇકલ ચલાવવી જોઇએ.
શ્રી માંડવિયાએ આજે સવારે તેમનાં મતવિસ્તાર પોરબંદરનાં ઉપલેટામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓન સાયકલ” પહેલમાં ભાગ લીધો હતો. તેમણે સ્થાનિક યુવાનો સાથે સાયકલ સવારી કરી હતી.
ઉપલેટાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ થયેલી આ સાયકલ યાત્રાનું સમાપન તાલુકા શાળા મેદાન ખાતે થયું હતું.
ગયા મહિને શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી દેશનાં 2 હજાર 500 સ્થળોએ કાર્યક્રમ યોજાયા છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:10 પી એમ(PM)