રાજ્ય સરકારે સામાહૂક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલો માટે સ્ટાફનર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ઓજસ વેબસાઇટ મારફતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરાશે. આ માટે 5 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આગામી 6થી 8મહિનામાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હૉસ્પિટલમાંકુલ 12 હજાર, 101 જગ્યાઓ મંજૂર છે, છેલ્લા 10 વર્ષમાં કુલ 7 હજાર, 732 સ્ટાફ નર્સવર્ગ -2ની જગ્યાઓની સીધી ભરતી કરવામા આવી છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:09 પી એમ(PM)