ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 9:34 એ એમ (AM)

printer

સામાજિક ઉત્કર્ષ માટે નવો રાહ ચિંધનારા સમૂહલગ્નોને આજના સમયની માંગ લેખાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
વડોદરાના વાઘોડિયા ખાતે આયોજીત 501 નવ યુગલોના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપવા પહોંચેલા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓના જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રીએ સમૂહલગ્નોને આજના સમયની માંગ તરીકે ગણાવી હતી.આ પ્રસંગે મા-બાપ વિહોણી દત્તક દીકરીઓને મુખ્યમંત્રીએ ૧૫ હજારના ચેકનું વિતરણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ