સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 29,600થી વધુ વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ સ્વ-રક્ષણની તાલીમ અપાશે .હિંમતનગરની ભોલેશ્વર પ્રાથમિક શાળા ખાતે સાંસદ શોભના બારૈયાએ આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરણ 6 થી 12 માં અભ્યાસ વિદ્યાર્થિનીઓ માટે એક સપ્તાહના 3 સેશન અને એક માસના 12 સેશન એમ કુલ 3 માસના 36 સેશનની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ સામે તેઓને સ્વ-રક્ષણની તાલીમ અપાશે.
Site Admin | ઓક્ટોબર 6, 2024 7:02 પી એમ(PM) | govt school | sabarkantha | self defense | shobhnaben baraiya | training