ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 22, 2024 2:49 પી એમ(PM) | સાબરકાંઠા

printer

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે.
બાળલગ્નો ન થાય તે માટે સમૂહલગ્નનાં આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર તથા વર અને કન્યા પક્ષના પરિવારોને અપીલ કરવામાં આવી છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલાં અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે.
આ કાયદાનો ભંગ કરનારને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ