સાબરકાંઠા જિલ્લામાં HMP વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. બુધવારે પ્રાંતિજ તાલુકાના લીંબલા ગામના આઠ વર્ષનો બાળક ત્રણ દિવસથી બિમાર હોવાથી સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબિયત વધુ ગંભીર જણાતા લેબ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં HMP વાઇરસ પોઝિટિવ માલુમ પડ્યો હતો.
આ બાળકનાં સેમ્પલ વધુ પરિક્ષણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 8:48 એ એમ (AM)