ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 15, 2024 3:20 પી એમ(PM) | ચાંદીપુરા વાઈરસ

printer

સાબરકાંઠા જિલ્લાની હિમ્મતનગર સિવિલ હૉસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી વધુ એક બાળકનું મોત

સાબરકાંઠા જિલ્લાની હિમ્મતનગર સિવિલ હૉસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી વધુ એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે.
સાબરકાંઠાના અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે, પોશીના તાલુકાના નાડામાં ત્રણ વર્ષના બાળકને શંકાસ્પદ વાયરસનો ચેપ લાગતાં તેમને ગઈકાલે સવારે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં 8 કલાકની સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ સિવિલ હૉસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 8 કેસમાંથી 5 બાળકના મૃત્યુ થયાં છે. જ્યારે 3 બાળક સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના અંદાજે ત્રીસથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પુરજોશમાં ચાલુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ