સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચ, વસો તાલુકામાં ૩ ઇંચ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચ, જ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદ, આણંદ, સોજીત્રા, મહેમદાવાદ, ખેડા, લીમખેડા, વીરપુર, દેવગઢ બારિયા, કપડવંજ અને માતર મળીને કુલ ૧૦ તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૨૫ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો હતો. સરેરાશ એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
Site Admin | જુલાઇ 29, 2024 3:53 પી એમ(PM) | વરસાદ