ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 7:28 પી એમ(PM) | સાબરકાંઠા

printer

સાબરકાંઠામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘દૂધ ઉત્પાદનના વ્યવસાયનો સૌથી વધુ લાભ દેશને થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ’

કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યની મુલાકાતના બીજા દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના હિમ્મતનગરમાં આવેલી સાબર ડેરીના પશુઆહારના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતાં શાહે ખેડૂતોને અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, કર્કરોગ, મધુપ્રમેહ અને રક્તમાપની બિમારીથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે. દૈનિક 800 મેટ્રિકટન પશુ આહારના ઉત્પાદનની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું લોકાર્પણ કરતાં શાહે જણાવ્યું કે,છ દાયકાથી કાર્યરત્ સાબર ડેરી આજે ત્રણ લાખ પચાસ હજાર પરિવારોની રોજીરોટી મેળવવાનું સાધન બની છે.શાહે ઉમેર્યું કે સૌથી વધુ દૂધ ઉત્પાદનમાં પણભારત અગ્રેસર છે. ‘ગ્રામ્ય વિકાસ માટે વિશ્વમાં દૂધ ઉત્પાદનનો10 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય છે અને આ વ્યવસાયનો સૌથી વધુ લાભ ભારતને થાય તે માટેસરકાર પ્રતિબદ્ધ છે.’(બાઈટ- અમિત શાહ-કેન્દ્રીય ગૃહમંત્રી- સાબર ડેરી)આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે, ‘છેલ્લા 50 વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવતાં પોલીસનું સ્વરૂપ બદલાયું છે.’‘છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70 ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ