સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યોજાનારા મહાવાવેતર અભિયાન અંતર્ગત 18 હેક્ટરના જંગલમાં હયાત રોપાઓને રક્ષાપોટલી બાંધી તેના લાંબા આયુષ્યની પણ કામના કરાશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, મંત્રી મુકેશ પટેલ અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે. રોપા વાવેતરની સાથોસાથ પહોંચી ન શકાય તેવા ભાગમાં ડ્રૉન દ્વારા સીડબૉલનો છંટકાવ પણ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:11 એ એમ (AM) | #aakahvani #aakashvaninews
સાબરકાંઠામાં ઈડરના જંગલ વિસ્તારમાં આજે 10 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રોપા વાવેતર કરાશે
